Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોદીજીના હસ્તે પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ : પોસ્ટમેન આપશે સેવા

પોસ્ટ ઓફિસની વિશાળ નેટવર્કને આઇપીપીબીનો લાભ મળશે : અનેક બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થશે

નવી દિલ્હી તા. ૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે તાલકટોરા મેદાનમાં 'ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક' (IBPPB) નો પ્રારંભ કર્યો. આઇબીપીપીબીની દેશભરમાં ૬૫૦ શાખા તેમજ ૩૨૫૦ એકસેસ પોઇન્ટ હશે. જેનો આજથી દેશભરમાં શૂભારંભ કરવામાં આવ્યો. દેશભરમાં દરેક ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં આઇપીપીબી હેઠળ જોડાઇ જશે.

આઇપીપીબીને આમ જનતા માટે એક સુગમ, સરળ અને ભરોસાપાત્ર બેન્ક તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશના દરેક ખુણામાં આવેલ ૩,૦૦,૦૦૦ વધારે પોસ્ટ ઓફિસ તેમજ ગ્રામી ડાક સેવકોનું વિશાળ નેટવર્કનો લાભ મળશે.

જેના કારણે આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેન્કોને પહોંચવા માટે ઉલ્લેખનીય ભુમિકા અદા કરશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવાનું છે. જેમાં તમે સેવિંગ્સ એકાઉન્ટની સાથે કરન્ટ એકાઉન્ટ પણ ખોલી શકશો.

સંચાર મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું કે, IPPBની દેશના દરેક જિલ્લામાં શાખા હશે. દેશભરમાં ૪૦ હજાર પોસ્ટમેન છે અને ૨.૬ લાખ પોસ્ટમેન છે. આ તમામ લોકો ઘરે ઘરે જઈને આ સેવા પહોંચાડશે. જે માટે ૧૧ હજાર જેટલા પોસ્ટમેન આ સેવા માટે રોકવામાં આવશે.

જયારે પોસ્ટમેન માટે આનંદની વાત એ છે કે, પોસ્ટમેનના ઉત્સાહમાં વધારો કરવા માટે IPPBએ મહત્વની જાહેરાત પણ કરી છે. IPPBને થતા ફાયદાની ૩૦ ટકા રકમ કમિશન પેટે પોસ્ટમેનને આપશે.(૨૧.૨૪)

(3:29 pm IST)