Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

દિલ્હીમાં બે બુકાનીધારીએ ૮ને છરી હુલાવી : બેના મોત

નવી દિલ્હી તા. ૧ : દિલ્હીના બાહ્ય માંગોલપુરી વિસ્તારમાં બે મોઢા પર માસ્ક પહેરેલા લોકોએ આડેધડ સ્ટેબિંગ (છરીથી હુમલો) કરીને છ વ્યકિતને ઘાયલ કર્યા હતા. જ્યારે બેના મોત નિપજ્યા હતા. આ ઘટના બુધવારે બની હતી. આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે બે જૂથો વચ્ચે ચાલી રહેલી અથડામણ અંગે આ હુમલો થયાનું પોલીસનું અનુમાન છે. હુમલાખોરોએ કુલ ૮ વ્યકિત પર હુમલો કર્યો હતો. જેમાં કરણવીર (૪૭) અને દિનેશ (૩૨) બહાર જવાનો વિચાર કરતા હતા ત્યારે બહારથી ધસી આવેલા બે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. તે બંનેના મૃત્યુ થયા હતા. તે પૂર્વે તેમણે વિનય, ઇર્શાદ અને અન્ય બે વ્યકિત પર પણ હુમલો કરીને નાસી છુટયા હતા. તેમણે દિલ્હી જળ બોર્ડના સુરેશ નામના કર્મચાર પણ હુમલો કર્યો હતો.(૨૧.૧૦)

(11:55 am IST)