Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

2021ની વસ્તી ગણતરીમાં ઓબીસી ડેટા સામેલ કરવા મોદી સરકારની વિચારણા

2019ની ચૂંટણીમાં ઓબીસી મતદારોને સાધવાનો પ્રયાસ

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકાર 2021ની વસતી ગણતરીમાં અલગથી ઓબીસી ડેટા સામેલ કરવાના પ્રસ્તાવ અંગે વિચાર કરી રહી છે.

 અન્ય પછાત વર્ગની વસતીના આંકડા જાહેર કરવાની માગણી લાંબા સમયથી પછાત વર્ગના નેતાઓ તરફથી કરાતી રહી છે તેવામાં મોદી સરકારના આ નિર્ણયથી મોદી સરકાર 2019ની ચૂંટણીમાં ઓબીસી મતદારોને સાધવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે વસતી ગણતરીના આંકડાઓ જાહેર કરવાનો સમય પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધો છે. એટલે કે 2021ની વસતી ગણતરીના સમગ્ર આંકડા 2024માં જાહેર કરાશે.

  અત્યાર સુધી અલગથી ક્યારેય પણ વસતી ગણતરીમાં ઓબીસી ડેટા સામેલ કરાયો નથી. લાલુપ્રસાદ યાદવ સહિત તમામ ઓબીસી નેતાઓ આ પ્રકારની માગણી લાંબા સમયથી કરતા આવ્યા છે. એટલું જ નહીં 2021ની વસતી ગણતરીમાં ઘરોને જિયો ટેગિંગનો પ્રસ્તાવ પણ છે. જેના દ્વારા સેટેલાઈટ દ્વારા જ ઘરોની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

(12:00 am IST)