Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હવે પેસેન્જર ટ્રેન ખાનગી કંપનીઓના હાથમાં : દેશના 109 ડેસ્ટિનેશન રૂટ પર ઓપરેટ કરશે

આ તમામ ટ્રેનોમાં ઓછામાં ઓછા 16 કોચ હશે

 

નવી દિલ્હી: રેલ્વેએ પેસેન્જર ટ્રેન સર્વિસ ઓપરેટ કરવા માટે પ્રાઇવેટ પાર્ટી માટે દરવાજા ખોલી નાખ્યા છે. દેશમાં 109 ડેસ્ટિનેશન રૂટ પર પ્રાઇવેટ રૂટ પર પ્રાઇવેટ કંપનીઓ ટ્રેન અને ઓપરેટ કરી શકશે. જેમાં 30 હજાર કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની સંભાવના છે.

પેસેન્જર ટ્રેન સંચાલન માટે પ્રથમ વખત ભારતીય રેલ્વેએ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે. દેશમાં 109 સ્થાનો માટે ચલાવવામાં આવનારી તમામ ટ્રેનોમાં ઓછામાં ઓછા 16 કોચ હશે, જેની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની હશે.

 

(10:55 pm IST)