Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઇસ્લામાબાદમાં મંદિરના નિર્માણ સામે મુસ્લિમ સંસ્થાનો વિરોધ : હાઇકોર્ટમાં અરજી : લોકોના ટેક્સના પૈસામાંથી લઘુમતી કોમ માટે મંદિરનું નિર્માણ ઇસ્લામની વિરુદ્ધ હોવાનો સંસ્થાએ ફતવો બહાર પાડ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં નવા મંદિરના નિર્માણ માટે સરકારે 10 કરોડ રૂપિયા ફાળવ્યા બાદ મંદિરનું ભુમીપુજન કરાયું હતું.પરંતુ  ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ મંગળવારે કહ્યું કે મંદિરનું નિર્માણ ઈસ્લામની વિરૂદ્ધ છે. આ સંસ્થાએ મંદિર બનાવવાની વિરૂદ્ધમાં ફતવો પણ બહાર પાડ્યો છે. ગત સપ્તાહે જ મંદિરની શિલાન્યાસવિધિ કરાઈ હતી.પ્રધાનમંત્રી ઈમરાન ખાને તે માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.
જામિયા અશર્ફિયાની લાહોર યૂનિટના પ્રમુખ મુફ્તી જિયાઉદ્દીને કહ્યું- લઘુમતી  સમાજના ધાર્મિક સ્થળોના જિર્ણોદ્ધાર માટે સરકારી પૈસા ખર્ચ કરવાની પરવાનગી છે, પરંતુ બિન-મુસ્લિમ માટે મંદિર કે નવું ધાર્મિક સ્થળ બનાવવાની મંજૂરી અપાઈ નથી. લોકોના ટેક્સના પૈસાને લઘુમતીઓ માટે મંદિર પાછળ ખર્ચવાના સરાકરના નિર્ણય ઉપર સવાલ ઊભો કરે છે.
બીજીતરફ લઘુમતીના સાંસદ લાલચંદ મલ્હીએ કહ્યું કે વિરોધની પરવા નથી કરતા. મંદિરનું નિર્માણ ચાલું રહેશે. ઈસ્લામાબાદમાં હિન્દુઓની વસ્તી ત્રણ હજાર છે.

 

(6:25 pm IST)