Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજ્યમાં યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ - કેન્દ્રીય શિક્ષણ સચિવની જાહેરાત બાદ રાજ્ય સરકારનો યુ-ટર્ન : હવે ફરી પરીક્ષાની નવી તારીખો થશે જાહેર

શીક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફરી એકવાર મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરાય : લાખ્ખો વિધ્યાર્થીઓને રાહત

ગાંધીનગર : શીક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફરી એકવાર મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરી હોવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનિય છે કે સવારના રોજ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાની જાહેરાત કરાય હતી, પણ કેન્દ્રીય શિક્ષણ સચિવની જાહેરાત બાદ રાજ્ય સરકારે યુ-ટર્ન મારતા પોતાનો નિર્ણય કલાકો માજ રદ્દ કર્યા છે. હવે ફરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે.

(4:42 pm IST)