Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સામાન્ય જનતાને લાગ્યો મોટો આંચકોઃ ફરી મોંઘો થયો LPG સિલિન્ડર

૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો

નવી દિલ્હી, તા.૧: જુલાઈ મહિનાના પહેલા દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧ રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંદ્યો થયો છે. હવે નવો ભાવ વધીને ૫૯૪ રૂપિયા થઈ ગયો છે.

અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધી ગયા છે. કોલકાતામાં ૪ રૂપિયા, મુંબઈમાં ૩.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૪ રૂપિયા મોંઘો થયો છે. જોકે, ખુશખબર એ છે કે ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો છે. આ પહેલા દિલ્હીમાં જૂન મહિના દરમિયાન ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૧.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંદ્યો થયો હતો. બીજી તરફ, મે મહિનામાં ભાવ ૧૬૨.૫૦ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.હવે દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૫૯૩ રૂપિયાથી વધીને ૫૯૪ રૂપિયા થઈ કોલકાતામાં ૬૧૬ રૂપિયાથી વધીને ૬૨૦.૫૦ પ્રતિ ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડર થઈ ગયો છે. મુંબઈમાં ૫૯૦ રૂપિયાથી વધીને ૫૯૪ રૂપિયા અને ચેન્નઇમાં ૬૦૬.૫૦ રૂપિયાથી વધીને ૬૧૦.૫૦ રૂપિયા થઈ ગયો છે.૧૯ કિલોવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૧૩૯.૫૦ રૂપિયાથી ઘટીને ૧૧૩૫ રૂપિયા થઈ ગયો છે.

(11:21 am IST)