Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હવે TikTok ઓપન કરતાની સાથે આવે છે એક નોટિસ : ડાઉનલોડ બાદ પણ નહીં ખુલે

સરકારે ટેલીકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આધારે તેને બ્લોક કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે ગઇ કાલથી TikTok સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે એવામાં આજે સવારે જ આ એપ્લિકેશનને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો કે હવે TikTok એ કામ કરવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે આ પહેલાં ભારતમાં જ્યારે TikTok નો પ્રતિબંધ કરવામાં આવ્યો હતો તો યુઝર્સનાં સ્માર્ટફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ એપ ડાઉનલોડ કરેલી હતી. પરંતુ આ વખતે સરકારે ટેલીકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આધારે તેને બ્લોક કરી દીધેલ છે.

હવે TikTok ઓપન કરતાની સાથે જ એક નોટિસ દેખાઇ રહી છે. મોબાઇલ ફોનમાં ટિકટોકે હવે કામ કરવાનું બંધ કરી દીધું છે અને નવા વીડિયો પણ લોડ નથી થઇ રહ્યાં. હોમ પેજ જ બ્લેન્ક થઇ ચૂક્યું છે. જો કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં હજી પણ તે કામ કરી રહી છે.

TikTok ઓપન કરતા જ દેખાતી નોટિસમાં લખ્યું છે કે, ‘અમે ભારત સરકાર દ્વારા 59 એપ્સને બ્લોક કરવા પર તેનું પાલન કરી રહ્યાં છીએ. તમામ યુઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટી સુનિશ્ચિત કરવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”

(12:00 am IST)