Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પતિનું અકાળે અવસાન થઇ ગયું એટલે સાથે ફરવાનું સપનું પુરૃં કરવા પત્ની કાર્ડબોર્ડ લઇને વિશ્વભ્રમણ કરવા નીકળી

મિશેલ બુર્કી નામની ૫૮ વર્ષની ઓસ્ટ્રેલિયન મહિલા હાલમાં વિશ્વભ્રમણ કરવા નીકળી છે. તે જ્યાં જાય ત્યારે સાથે પતિનું રિયલ સાઇઝ કાર્ડબોર્ડ લઇને ફરે છે. એનું કારણ એ છે કે જ્યારે બન્નેના લગ્ન થયેલા ત્યારે તેમણે પાછલી વયે સાથે દુનિયા જોવા નીકળવાનું સપનું જોયેલું. વિશ્વભ્રમણનું સપનું તે પુરૂ કરીને જ રહેશે. તેણે ૩૦ વર્ષ પહેલાના પોતાના લગ્નના દિવસનો પતિનો ફોટો શોધ્યો અને એનો રિયલ લાઇફ-સાઇઝ કટઆઉટ તૈયાર કરાવડાવ્યો. આ કાર્ડબોર્ડ લઇને તે ન્યુયોર્ક, થાઇલેન્ડ, પેરિસના આઇફલ ટાવર, ઇંગ્લેન્ડના બકિંગહેમ પેલેસ, સ્ક્રોટલેન્ડ, એમ ફેમસ જગ્યાઓએ ફરવ ગઇ અને ત્યાં પતિના કાર્ડબોર્ડ સાથે તસવીરો પણ ખેંચાવી છે. હાલમાં સિંગાપોરમાં છે અને ત્યાંથી તે પાછી ઓસ્ટ્રેલિયા ફરશે.

(3:06 pm IST)