Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ફ્રાંસમા 15 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું:અત્યારસુધીમાં મૃત્યુઆંક 1995એ પહોંચ્યો

નવી દિલ્હી:કોરોના વાયરસના પ્રસારથી બચવા માટે ફ્રાંસની સરકારે દેશવ્યાપી લોકડાઉનને બે અઠવાડિયાથી વધારીને 15 એપ્રિલ સુધી કરી દીધું છે પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપદ્વારા આ વાતની ઘોષણા કરવામાં  આવી છે.ફ્રાંસમાં કોરોના વાયરસના કારણોસર અત્યારસુધીમાં 1995 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

        એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લોકડાઉનના 10 દીવસ પછી આ મહામારીની શરૂઆતમાં હજુ પણ  લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:05 pm IST)