Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આ બિહામણા એલિયન નહીં, સડેલી કોબી છે

લગભગ ડઝનેક ઈંડાં સ્ફોટ થવાની અણી પર હોય એવો કોઈ એલિયનના જેવો સીન જપાનના સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જોકે એમાં તથ્ય બિલકુલ નથી. તમે કલાસિક એલિયન મૂવીઝમાં સિગર્ની વીવર ઝેનોમોર્ફને બ્લાસ્ટિંગ કરતાં જોયા હશે, આ દૃશ્ય ભલભલાને હલબલાવી દે એવું હોય છે, પરંતુ તાજેતરમાં આ સાથે મૂકેલો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, એમાં કશું જ ડરવા જેવું નથી. ફોટામાંની વિચિત્ર વસ્તુઓ સંપૂર્ણ રીતે કુદરતી છે. જપાનના ખેડૂતે ટ્વિટર પર પોસ્ટ કરેલાં વાઇરલ ચિત્રોમાં ચાઇનીઝ કોબી બતાવવામાં આવી છે, જેનું બહારનું પડ પાણી થીજી જઈને, સામાન્ય શાકભાજીને એક ભયાનક દેખાવ આપે છે. ગયા વર્ષે શાકભાજીનો પાક ઘણો સારો ઊતર્યો હતો. જપાનના કાતિલ શિયાળામાં  ઘણા ખેડૂતોએ તેમના ખેતરમાંથી કોબીનો પાક લેવાનું ટાળ્યું હતું, જેને કારણે કોબી કુદરતી ખાતરમાં ફેરવાઈ ગઈ હતી. કોબીના ઉપરના પાંદડાઓ સડીને નીલા રંગનાં થતાં ગયાં જે દેખાવમાં એકદમ વિચિત્ર લાગતાં હતાં. આ સમયે એક ખેડૂતે ખેતરમાં સડી રહેલી કોબી પાસે ન જવા અનુરોધ કર્યો હતો. ઇંડાં જેવી દેખાતી આ કોબી વાસ્તવમાં ખૂબ જ ભયાનક લાગી રહી હતી.

(2:38 pm IST)