Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ડોમિનિકનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત: સાત રશિયન પર્યટક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ડોમિક ગણરાજયમાં એક બસ અને ટ્રક વચ્ચે આજ રોજ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સાત રશિયન પર્યટકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ડોમિનિકન ગણરાજયમાં રશિયન દૂતાવાસની પુંટા કાના શાખાએ સ્પુતનિકના હવાલાથી વાતની જાણકારી આપી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ એક બસ રશિયન પર્યટકને લઈને એરપોર્ટ જઈ રહી હતી ત્યારે   દુર્ઘટના સર્જાઈ હતી દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:46 pm IST)