Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઇરાકમાં વિસ્ફોટક હુમલામાં 6ના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદમાં સિલસિલેવાર વિસ્ફોટક હુમલામાં 6 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઘણા જિલ્લામાં મંગળવારના રોજ સિલસિલેવાર ઘણા વિસ્ફોટ હુમલા કરવામાં આવ્યા હતા.

              એક વિસ્ફોટ ઉત્તરી જિલ્લામાં અલ શાબ અને એક અન્ય બાલ્દીયાત જિલ્લામાં કરવામાં આવ્યો હતો સિવાય એક વિસ્ફોટક હુમલો શહેરના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં મોટરસાયકલમાં થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(5:42 pm IST)