Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ખેતર પર વીજળી પડતાં ૩૭.૫૦ કરોડ રૂપિયાનાં પક્ષીઓ મરી ગયાં

યુનાઇટેડ આરબ એમિરેટસની રાજધાની અબુધાબીના એક ફાર્મમાં સોમવારે વીજળી પડી હતી. આ વીજળીને કારણે ફાર્મમાં બનાવેલો પંખીઓ માટેનો શેડ બળીને ખાખ થઇ ગયો હતો. આ શેડમાં પચાસ અત્યંત દુર્લભ પ્રજાતિનાં ૫૦ પંખીઓ હતાં. આ પંખીઓ વિવિધ પ્રકારની રેસિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેઇન થયાં હતાં. એક સ્થાનિક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ ફાર્મના માલિક ખલફન બિન બુટ્ટીનું કહેવું હતું કે તેનાં આ ચુનંદા પ૦ પક્ષીઓ ખરીદવા માટે તેણે ૨૦ મિલ્યન દિરહામ એટલે કે લગભગ ૩૭.૫૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. માલિકનું કહેવું છે કે આ પંખીઓ તેના માટે અમૂલ્ય હતાં, કેમ કે એ બધાં વૈશ્વિક સ્તરે યોજાતી સ્પર્ધાઓની ટ્રોફી જીતી આવેલાં હતાં.

(11:54 am IST)