Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ત્રિપોલીના શહેરના ઉપર એક અભિયાનમાં ચક્કર લગાવી રહેલ અમેરિકી સેનાનું એક ડ્રોન થયું લાપતા

નવી દિલ્હી: લીબિયાના ત્રિપોલી શહેર નજીક એક અભિયાન હેઠળ ચક્કર લગાવી રહેલ અમેરિકી સેનાનું એક ડ્રોન લાપતા થઇ ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે અમેરિકી સેનાની આફ્રિકી કમાને આ વાતની માહિતી આપી છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી સેનાની આફ્રિકી કમાને એક હથિયાર રહિત ડ્રોન વિમાન 21 નવેમ્બરના રોજ લીબિયાના ત્રિપોલીમાં લાપતા હોવાનું જણાવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(5:33 pm IST)