Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઓએમજી.....નાઇજીરિયામાં પત્ની માટે આ પતિએ 20 વર્ષના સમયમાં બનાવ્યું વિમાનના આકાર જેવું ઘર

નવી દિલ્હી:પ્રેમમાં લોકો શું શું નથી કરતા? કોઇક શાહજહાઁ બને છે તો વળી કોઇક મજનુ બની જાય છે. ત્યારે ઘટના પણ પ્રેમની છે, અને થોડી અનોખી પણ છે.ઘટના નાઇજીરિયાની છે, જ્યાં એક પતિએ પત્ની માટે વિમાન જેવા આકારનું એક સુંદર ઘર બનાવ્યું છે. જેને બનાવવામાં 20 વર્ષનો સમય લાગ્યો છે.

નાઇજીરિયાની રાજધાની અબુજામાં રહેતા જમાલ નામના વ્યક્તિની પત્નીને પ્રવાસનો શોખ છે. જેન ધ્યાનમાં રાખીને જમાલે પોતાના ઘરને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે, જે એક અજાયબી જેવું છે. ઉપરથી વિમાન જેવા દેખાતા ઘરમાં આલિશાન ગેસ્ટ હાઉસ, મસ્જિદ, સ્વિમિંગ પુલ, ગાર્ડન વગેરે બધુ છે.

(6:01 pm IST)
  • આદિપુરની ચકચારી એટીએમ લૂંટનો મામલે વધુ એક આરોપી પોલીસના સંકજામાં: હરિયાણામાંથી આરોપીને ઝડપી લેવાયો : રોહતાંગ પોલીસમાં અહીના ગુનાની કબૂલાત: સ્થાનિક પોલીસ ગુના કામે પહોંચી હરિયાણા access_time 9:42 pm IST

  • બીએસએફએ ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન બોર્ડર માટે ૧૫ દિવસ માટે એલર્ટ જારી કરેલ છે access_time 11:19 am IST

  • શેરબજાર પ્રારંભે ઉંચકાયુ : આજે સવારે શેરબજાર ખુલતાવેંત બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ ૧૪૩.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૪૬૭.૧૩ ઉપર ખુલ્યુ હતું, જયારે નિફટી ૪૮.૫ પોઈન્ટ વધીને ૧૨,૨૧૮.૩૫ ઉપર ખુલેલ. access_time 12:59 pm IST