દેશ-વિદેશ
News of Wednesday, 22nd January 2020

ઓએમજી.....નાઇજીરિયામાં પત્ની માટે આ પતિએ 20 વર્ષના સમયમાં બનાવ્યું વિમાનના આકાર જેવું ઘર

નવી દિલ્હી:પ્રેમમાં લોકો શું શું નથી કરતા? કોઇક શાહજહાઁ બને છે તો વળી કોઇક મજનુ બની જાય છે. ત્યારે ઘટના પણ પ્રેમની છે, અને થોડી અનોખી પણ છે.ઘટના નાઇજીરિયાની છે, જ્યાં એક પતિએ પત્ની માટે વિમાન જેવા આકારનું એક સુંદર ઘર બનાવ્યું છે. જેને બનાવવામાં 20 વર્ષનો સમય લાગ્યો છે.

નાઇજીરિયાની રાજધાની અબુજામાં રહેતા જમાલ નામના વ્યક્તિની પત્નીને પ્રવાસનો શોખ છે. જેન ધ્યાનમાં રાખીને જમાલે પોતાના ઘરને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે, જે એક અજાયબી જેવું છે. ઉપરથી વિમાન જેવા દેખાતા ઘરમાં આલિશાન ગેસ્ટ હાઉસ, મસ્જિદ, સ્વિમિંગ પુલ, ગાર્ડન વગેરે બધુ છે.

(6:01 pm IST)