Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

દેશમાં રવિ પાકોનું વાવેતર 16 ટકા ઘટીને 191 લાખ હેકટર થયું :કઠોળનું 18 ટકા ઓછું

પાણીના અભાવે ઘઉં અને તેલીબિયા પાકોનું પણ ઘટ્યું વાવેતર

રાજકોટ તા:17 દેશમાં રવિ પાકોનું વાવેતર 16 ટકા ઘટીને 191 લાખ હેક્ટરમાં થયું છે પાણીના અભાવે વાવેતર ઘટ્યું છે જેમાં સૌથી વધુ કઠોળનું વાવેતર 18 ટકા ઘટ્યું છે સાથે ઘઉં અને તેલીબિયાં પાકોના વાવેતરમાં પણ ઘટાડો થયો છે

    કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 16મી નવેમ્બર સુધીમાં દેશમાં રવિપાકોનું વાવેતર 191 લાખ હેક્ટરમાં થયું છે જે ગતવર્ષે આ સમયગાળા દરમિયાન 227 લાખ હેક્ટરમાં રવિ વાવેતર થયું હતું આમ ગતવર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં 16 ટકાનો ઘટાડો થયો છે

  દેશમાં ઘઉંનું વાવેતર 4,88 ટકા ઘટીને 51,63 લાખ હેક્ટરમાં થયું છે જે ગ્તવર્ષે 4,28 લાખ હેક્ટરમાં થયું હતું કઠોળનું વાવેતર 18 ટકા ઘટ્યું છે જેમાં ચણાનું વાવેતર 21 ટકા ઘટીને 50,23 લાખ હેક્ટરમાં થયું છે

  તેલીબિયાં પાકોનું વાવેતર ગતવર્ષની તુલનાએ 5,35 ટકા ઘટીને 46,85 લાખ હેક્ટરમાં થયું છે જેમાં રાયડાનું વવએટર 2,52 ટકા ઘટીને 43,34 અલખ હેક્ટરમાં થયું છે જે ગતવર્ષે 44,46 લાખ હેક્ટરમાં થયું હતું

(3:47 pm IST)
  • અમરેલી:ધારીના આંબરડી ગામે મોડી રાત્રે દીપડાએ 16 વર્ષના છોકરા ઉપર હુમલો કર્યો: ખેતરમાં સુતા હતા ત્યારે દીપડાએ કર્યો હુમલો:ઘરના સભ્યો જાગી જતા દીપડો છોકરાંને મૂકી જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો:છોકરાને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો access_time 12:02 pm IST

  • સુરતના હજીરા થી ભાવનગરના ઘોઘા વચ્ચે 9 ડિસેમ્બરથી રો રો પેસેન્જર સર્વિસનો પ્રારંભ થશે:4 કલાકમાં ઘોઘા થી હજીરા પહોંચી શકાશે access_time 12:01 pm IST

  • ગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST