દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

દેશમાં રવિ પાકોનું વાવેતર 16 ટકા ઘટીને 191 લાખ હેકટર થયું :કઠોળનું 18 ટકા ઓછું

પાણીના અભાવે ઘઉં અને તેલીબિયા પાકોનું પણ ઘટ્યું વાવેતર

રાજકોટ તા:17 દેશમાં રવિ પાકોનું વાવેતર 16 ટકા ઘટીને 191 લાખ હેક્ટરમાં થયું છે પાણીના અભાવે વાવેતર ઘટ્યું છે જેમાં સૌથી વધુ કઠોળનું વાવેતર 18 ટકા ઘટ્યું છે સાથે ઘઉં અને તેલીબિયાં પાકોના વાવેતરમાં પણ ઘટાડો થયો છે

    કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 16મી નવેમ્બર સુધીમાં દેશમાં રવિપાકોનું વાવેતર 191 લાખ હેક્ટરમાં થયું છે જે ગતવર્ષે આ સમયગાળા દરમિયાન 227 લાખ હેક્ટરમાં રવિ વાવેતર થયું હતું આમ ગતવર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં 16 ટકાનો ઘટાડો થયો છે

  દેશમાં ઘઉંનું વાવેતર 4,88 ટકા ઘટીને 51,63 લાખ હેક્ટરમાં થયું છે જે ગ્તવર્ષે 4,28 લાખ હેક્ટરમાં થયું હતું કઠોળનું વાવેતર 18 ટકા ઘટ્યું છે જેમાં ચણાનું વાવેતર 21 ટકા ઘટીને 50,23 લાખ હેક્ટરમાં થયું છે

  તેલીબિયાં પાકોનું વાવેતર ગતવર્ષની તુલનાએ 5,35 ટકા ઘટીને 46,85 લાખ હેક્ટરમાં થયું છે જેમાં રાયડાનું વવએટર 2,52 ટકા ઘટીને 43,34 અલખ હેક્ટરમાં થયું છે જે ગતવર્ષે 44,46 લાખ હેક્ટરમાં થયું હતું

(3:47 pm IST)