Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

લાંબુ જીવવું છે?: ખાંડવાળા-મીઠા પીણાં પીવાનું ટાળો

રોજીંદા ખાંડવાળા પીણા પીનારાઓની જીંદગી જોખમમાં મૂકાય છેઃ સ્ત્રીઓમાં હૃદયરોગનો ખતરો ખૂબ વધે છે

સોડા, ફ્રુટ પંચ, લેમન અથવા સ્પોર્ટ ડ્રીંક જેવા મીઠા - ખાંડવાળા પીણાઓ વજન વધવું, ડાયાબીટીસનું જોખમ, હૃદયરોગ અથવા હાર્ટ એટેક સકર્યુલેશન નામના મેગેઝીનમાં આ વર્ષે પ્રકાશિત થયેલ હાર્વર્ડનો એક અભ્યાસ લેખ તો ત્યાં સુધી કહે છે કે મીઠા પીણાંઓના કારણે વહેલું મોત આવે છે.

૧,૧૦,૦૦૦ પુરૂષો અને સ્ત્રીઓ પર કરવામાં આવેલા બે મોટા અભ્યાસોના આંકડાઓને એનેલાઇઝ કરવામાં આવ્યા હતાં. આ અભ્યાસમાં તે લોકોની જીવન શૈલી અને આરોગ્યની ત્રણ દાયકાઓની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં જાણવામાં આવ્યું હતું કે જેટલા મીઠા પીણાઓ વધારે લેવામાં આવે તેટલું ગમે તે કારણે જીવનું જોખમ વધારે રહે છે.

દાખલા તરીકે, કયારેક જ મીઠા પીણા લેતા લોકોની સરખામણીમાં અઠવાડીયામાં બે થી ૬ ઠંડા પીણા પીતા લોકોને વહેલા મોતનું જોખમ ૬ ટકા વધી જાય છે. જે લોકો રોજના ર અથવા વધારે મીઠા પીણા પીતા હોય તેમને આ જોખમ ર૧ ટકા વધારે હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને આના કારણે હૃદય રોગનું જોખમ વધારે હોય છે. જયારે રોજના ચાર અથવા તેનાથી વધારે મીઠા પીણા પીનારા લોકોમાં તો આ જોખમ અનેક ગણું વધી જાય છે.

ખરેખર સાચી સલાહ તો એ છે કે આનાથી બચવા માટે કોઇ પણ પ્રકારના મીઠા પીણા બને ત્યાં સુધી ટાળો અથવા દિવસ દરમ્યાન એક થી વધારે કૃત્રિમ ખાંડવાળા પીણા તો ન જ પીઓ. (હાર્વર્ડ હેલ્થમાંથી સાભાર)

(4:00 pm IST)