Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ર૦ કલાકમાં ર૩ માળના બિલ્ડિંગ પર ચડીને રીંછ બની ગયું સુપર હીરો

ન્યુયોર્ક તા. ૧૬: અમેરિકાના મિનસોતા રાજયના સેન્ટ પોલ ટાઉનમાં રીંછ જેવું દેખાતું પ્રાણી જીવના જોખમે એક બહુમાળી ઇમારત પર ચડી ગયું હતું. વીસ કલાક સુધી તે ટાવરની વોલ પર ચડવા માટે સ્ટ્રગલ કરતું જોવા મળ્યું હતું. મૂળે રેકૂન તરીકે ઓળખાતું ગુચ્છાદાર પુંછડીવાળું આ અમેરિકન રીંછ પહેલાં નજીકના એક બિલ્ડિંગની છત પર જોવા મળ્યું હતું. બિલ્ડિંગના રખેવાળોએ છત પરથી એને સલામતીપૂવર્છક હટાવ્યું હતું. પણ એ પ્રાણી ત્યાંથી નીકળીને નીચે કયાંક ફરવાને બદલે શહેરના સૌથી ઉંચા ટાવરની દીવાલ પર ચડી ગયું હતું. આ ટાવર ર૩ માળનો હતો અને રેકુને એના પર ચડવા માટે લગભગ ર૦ કલાક સુધી પ્રયત્નો કર્યા હતા. એક રેડિયો-સ્ટેશનના રિપોર્ટરે પહેલી વાર આ ઘટનાની જાણ પબ્લિકને કરેલી અને પછી તો અનેક સમાચાર-માધ્યમોમાં જયાં સુધી એ પ્રાણી બિલ્ડિંગની ટોચ પર પહોંચ્યું નહીં ત્યાં સુધી એનું લાસવ રિપોર્ટિંગ થતું હતું. એ બિલ્ડિંગની બારીઓમાંથી પણ આ પ્રાણીની મુવમેન્ટની તસવીરો સોશ્યલ મીડિયા પર મુકાઇ હતી.(૭.૩૯)

(4:00 pm IST)