Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

માનું દૂધ બાળકોને ભવિષ્યમાં થનારી એલર્જીથી બચાવી શકે છે

ન્યુયોર્ક, તા. ૧૬ :. નવજાત શિશુઓને પહેલા છ મહિના દરમ્યાન માત્ર અને માત્ર માનું દૂધ જ આપવું જોઈએ. બાળકને પૂરતુ પોષણ મળે એ માટે તેમજ ભવિષ્યમાં વિવિધ રોગો સામે પ્રતિરોધક ક્ષમતા ખીલે એ બન્ને માટે આ બહુ જ જરૂરી છે. કેનેડાના નિષ્ણાતોનું કહેવુ છે કે બાળકને ભવિષ્યમાં કોઈ ફૂડની એલર્જી ન થાય એ માટે છ મહિના દરમ્યાન માત્ર માનું દૂધ આપવંુ જરૂરી છે. માના દૂધમાં ખાસ પ્રકારની શુગર રહેલી હોય છે. આ શુગરનું નામ છે હ્યુમન મિલ્ક ઓલિગોસેક્રાઈડસ. અભ્યાસકર્તાઓનું કહેવુ છે કે આ શુગરની સંરચના એવી કોમ્પ્લિકેટેડ હોય છે જે માત્ર માણસના જ દૂધમાં જોવા મળી છે. નવાઈની વાત એ છે કે, આ શુગર નવજાત શિશુ પચાવી શકતુ નથી, પરંતુ એની હાજરીથી બાળકના આંતરડામાં પ્રોબાયોટિક વાતાવરણ પેદા થાય છે. કોઈપણ વ્યકિતની પાચનશકિત લાંબા સમય સુધી કેવી રહેશે ? એનો આધાર બાળપણના છ મહિના દરમ્યાન આંતરડાનું સ્વાસ્થ્ય કેવું રહ્યુ છે ? એના પર નિર્ભર રહે છે. જો પ્રથમ છ મહિના દરમ્યાન બાળકને માનું જ દૂધ આપવામાં આવ્યું હોય તો આંતરડામાં વિવિધ પ્રકારની ચીજો પચાવી શકવા માટે જરૂરી સજ્જતા આવે છે. સારા બેકટેરિયાનો ગ્રોથ થયો હોય તો જ્યારે બાળકને બહારનું ફુડ આપવામાં આવે ત્યારે એની સામે એલર્જિક રીએકશન આવે એવી સંભાવનાઓ ઘટી જાય છે.(૨.૫)

(11:45 am IST)