Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સાઉદી પત્રકારની એજન્ટોએ હત્યા કરીઃ સાઉદીમાં યોજાનાર એક મહાસંમેલનનો બ્રિટન-અમેરિકા બહિષ્કાર કરશેઃ ધમાલ

લંડન તા.૧૫: બ્રિટન અને અમેરિકા સાઉદી પત્રકાર જમાલ ખાશોગી ગુમ થયા પછી સાઉદી અરબમાં થનાર એક મોટા સંમેલનનો બહિષ્કાર કરવા અંગે વિચારી રહયા છે. બીબીસી અનુસાર, સાઉદી સરકારના ટીકાકાર ખાશીગી ઇસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજય દુતાવાસમાં દાખલ થયા પછી બે ઓકટોબરે ગુમ થઇ ગયા હતા. જેના લીધે રીયાધ અને અંકારા વચ્ચે તણાવ વધી ગયો છે.

ઇસ્તંબુલમાં અધિકારીઓનું માનવું છે કે સાઉદી એજન્ટોએ ખાશોગીની હત્યા કરી નાખી છે. સાઉદી અરબે આરોપોને ખોટા જણાવ્યા છે.

સુત્રોએ બીબીસીને જણાવ્યું છે કે અમેરિકાના નાણામંત્રી સ્ટીવ મનુચીન અને બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી લીયામ ફોકસ સંમેલનમાં નહીં જોડાય. આ સંમેલનના યજમાન સાઉદીના પિં્રન્સ મોહમ્મદ બિન સાલેમ છે. જેમણે પોતાના સુધારાવાદી એજંડાના પ્રચાર માટે તેનું આયોજન કર્યું છે.

બ્રિટનના આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિભાગના એક પ્રવકતાએ કહયું કે ફોકસની યાત્રા ઉપર અંતિમ મહોર નથી લાગી.

બીબીસીએ કહયું કે સાઉદી એજન્ટો દ્વારા ખાશોગીની હત્યાની પુષ્ટિ થઇ જાય તો તેની ટીકા કરતું એક સંયુકત બયાન બહાર પાડવા અંગે પણ અમેરિકા અને યુરોપના રાજકારણીઓ વચ્ચે ચર્ચા થઇ હતી.

(3:36 pm IST)
  • ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાછળ ધકેલાયું :ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પ્રમાણે ભૂખમરો દૂર કરવામાં પુરોગામી મનમોહનસિંહની સરકાર કરતા હાલની મોદી સરકાર પાછળ : વિકાસ અને ગરીબી દૂર થવાના સરકારી દાવાઓ વચ્ચે 2018ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ વધુ ગગડયું :119 દેશોની ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદીમાં ભારત 103મા સ્થાને પહોંચ્યું:. 2017માં ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 100મા ક્રમાંકે હતું. access_time 12:24 am IST

  • પછાત જાતિ વર્ગના લોકો માટે 27 ટકા અનામતની વહેંચણી કરવામા આવે. નહીંતર 2019માં ઉત્તરપ્રદેશમાં ભાજપનું ખાતું પણ નહીં ખુલવા દઉં:યોગી સરકારના મંત્રી પ્રકાશ રાજભરેની ચેતવણી : યુપી સરકારમાં પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સાથીપક્ષ ભાજપ સામે બલિયામાં આકરી ટીપ્પણીઓ કરી: રાજભરે વધુમાં કહ્યુ છે કે ગોરખપુર, ફૂલપુર, કૈરાના અને નૂરપુરના ચૂંટણી પરિણામોને યાદ કરી લેજો. access_time 12:23 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST