દેશ-વિદેશ
News of Monday, 15th October 2018

સાઉદી પત્રકારની એજન્ટોએ હત્યા કરીઃ સાઉદીમાં યોજાનાર એક મહાસંમેલનનો બ્રિટન-અમેરિકા બહિષ્કાર કરશેઃ ધમાલ

લંડન તા.૧૫: બ્રિટન અને અમેરિકા સાઉદી પત્રકાર જમાલ ખાશોગી ગુમ થયા પછી સાઉદી અરબમાં થનાર એક મોટા સંમેલનનો બહિષ્કાર કરવા અંગે વિચારી રહયા છે. બીબીસી અનુસાર, સાઉદી સરકારના ટીકાકાર ખાશીગી ઇસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજય દુતાવાસમાં દાખલ થયા પછી બે ઓકટોબરે ગુમ થઇ ગયા હતા. જેના લીધે રીયાધ અને અંકારા વચ્ચે તણાવ વધી ગયો છે.

ઇસ્તંબુલમાં અધિકારીઓનું માનવું છે કે સાઉદી એજન્ટોએ ખાશોગીની હત્યા કરી નાખી છે. સાઉદી અરબે આરોપોને ખોટા જણાવ્યા છે.

સુત્રોએ બીબીસીને જણાવ્યું છે કે અમેરિકાના નાણામંત્રી સ્ટીવ મનુચીન અને બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી લીયામ ફોકસ સંમેલનમાં નહીં જોડાય. આ સંમેલનના યજમાન સાઉદીના પિં્રન્સ મોહમ્મદ બિન સાલેમ છે. જેમણે પોતાના સુધારાવાદી એજંડાના પ્રચાર માટે તેનું આયોજન કર્યું છે.

બ્રિટનના આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિભાગના એક પ્રવકતાએ કહયું કે ફોકસની યાત્રા ઉપર અંતિમ મહોર નથી લાગી.

બીબીસીએ કહયું કે સાઉદી એજન્ટો દ્વારા ખાશોગીની હત્યાની પુષ્ટિ થઇ જાય તો તેની ટીકા કરતું એક સંયુકત બયાન બહાર પાડવા અંગે પણ અમેરિકા અને યુરોપના રાજકારણીઓ વચ્ચે ચર્ચા થઇ હતી.

(3:36 pm IST)