Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અમેરિકાએ પોતાના નાગરિકોને પાકિસ્તાનમાં મુસાફરી ન કરવાની અપીલ કરી

નવી દિલ્હી: અમેરિકાએ પોતાના નાગરિકોને કોરોના અને આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનની મુસાફરી નહી કરવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું કે, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર(CDC) કોરોનાને ધ્યાનો રાખી પાકિસ્તાન માટે લેવલ ત્રણ શ્રેણીવાળી મુસાફરી સ્વાસ્થ્ય નોટિસ જાહેર કરી છે.

        એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે પાકિસ્તાનની મુસાફરી કરનારા લોકોને ત્યાં સીમા બંધ કરવા અને એરપોર્ટ બંધ હોવા, મુસાફરી પ્રતિબંધ, ઘરમાં રહેવાના આદેશ સહિત ઘણી અન્ય ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવો કરવો પડી શકે છે.

 

(2:38 pm IST)
  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST

  • અમેરિકી સેનેટમાં ભારત સામે ચીની આક્રમકતાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાયો અમેરિકાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.ના વ્યવસાયો દ્વારા 67000 હ્યુઆવેઇ સાધનો, 64,000 હિકવિઝન સર્વેલન્સ કેમેરા અને 7,000 દાહુઆ અને ઝેડટીઇ ઉપકરણો ઉપયોગમાં લેવાય છે : આ તમામ કંપનીઓને હવે USA સરકાર સાથેના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જો તેઓ આ ઉપકરણોને દૂર નહીં કરે તો તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે access_time 1:57 pm IST

  • 14 ઓગસ્ટ : આજ પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિન : 1947 ની સાલમાં ભારતમાં બ્રિટિશ રાજ્યનો અંત આવ્યો : અખંડ ભારતના ભાગલા પડ્યા : ભારત અને પાકિસ્તાન એમ બે નવા રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા : પાકિસ્તાનની સાથે પૂર્વ પાકિસ્તાન પણ જોડાયેલું હતું જે 1971 ની સાલમાં આઝાદ થતા બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ : આઝાદી અમર રહો access_time 11:19 am IST