Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

Winter Makeup : શિયાળામાં લગ્નમાં જાવાનું છે ? તો આ રીતે કરો મેકઅપ

શિયાળાના મૌસમમાં ત્વચા સૂકી અને બેજાન થવા લાગે છે, ઠંડી હવાઓની અસર ત્વચા પર પણ પડે છે અને ચેહરો જ નહી હાથ પગની ત્વચામાં પણ ખેચાવ થવા લાગે છે. પણ આ મૌસમમાં લગ્નની સીઝન પણ ચાલી રહી હોય છે. તેથી ઠંડીમાં પણ તમને મેકઅપ કરવાની જરૂર તો પડે જ છે આવો જાણીએ કે વિંટર સીઝનમાં તમારો મેકઅપ કેવું હોવું જોઈએ.

*. મેકઅપ શરૂ કરવાની પહેલા ચેહરાને સારી રીતે સાફ કરી લો. તેના માટે સાબુની જગ્યા ફેશ વૉશનો ઉપયોગ કરવું. જો ચેહરા કેટલાક કલાક પહેલા જ ધોવાયા હોય તો તમે કલીંઝરથી પણ ચેહરાને સાફ કરી શકો છો.

*. ઠંડીના મૌસમમાં મેકઅપની શરૂઆત ચેહરા પર મોશ્યરાઈઝર લગાવીને કરવી. જેનાથી ત્વચામાં ખેચાવ ના થાય અને સ્કિન સોફ્ટ થઈ જાય.

*. હવે કંસીલર લગાવો. તેના માટે લિકિવડ અને ક્રીમી કંસીલરનો ઉપયોગ કરવો. કંસીલરનો શેડ ફાઉંડેશનથી લાઈટ હોવો જોઈએ.

*. હવે ફાઉંડેશન લગાવો. આ મૌસમમાં ક્રીમી કે ઓયલ બેસ્ડ ફાઉંડેશન ઉપયોગ કરી શકો છો.

*. આંખ પર લિકિવડ આઈલાઈનર લગાવો. આ બીજા રીતના આઈલાઈનરથી વધારે આકર્ષક જોવાય છે.

*. ઠંડીમાં ચેહરા પર શાઈની ઈફ્કટ માટે ક્રીમી અને જેલ બેસ્ડ બ્લશર લગાવી શકો છો.

*. લિપસ્ટીક લગાવવાની પહેલા હોંઠનું સૂકાપન દૂર કરવા માટે લિપ બામ જરૂર લગાવો.

*. ઠંડીના મૌસમમાં વોટર બેસ્ડ કે ઓયલ બેસ્ડ મેકઅપ પ્રોડકટસ ઉપયોગ કરવી જોઈએ. પાઉડર અને ઓયલ ફ્રી મેકઅપ પ્રોડકટથી આ મૌસમમાં દૂરી બનાવી શકાય છે.

*. ઠંડીમાં ફેસ પાઉડર લગાવવાથી બચવું કારણકે આ તમારી ત્વચાને રૂખી કરી શકે છે.

(11:38 am IST)