Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દુબઇમાં કુઆર્નિક પાર્કના ઉદઘાટનના પ્રથમ અઠવાડીયામાં ૧ લાખ લોકોએ લીધી મુલાકાત

દૂબઇ તા. ૧ર :.. કુઆનિક પાર્કને હાલમાં જ દુબઇ નગરપાલિકા દ્વારા ૬૪ એકર વિસ્તારમાં ખોલવામાં આવ્યું છે., આ પાર્કને ર૦૦ મીલીયન દિરહામના ખર્ચથી વિકસીત કરવામાં આવ્યું હતું.

આ પાર્કના ઉદઘાટનના પ્રથમ અઠવાડીયામાં ૧ લાખ મહેમાનોએ તેની મુલાકાત લીધી હતી.

આ પાર્ક વિશ્વમાં પોતાના જેવો પ્રથમ અદભુત પ્રોજેકટ છે. જેમાં સુંદર હરીયાળી અને વિવિધતા છે. જો કે પાર્કમાં પ્રવેશ મફત છે. પરંતુ કેવ ઓફ મિરાકલેસ અને ગ્લાસ હાઉસમાં જવા માટે પાંચ દિરહામ ફી છે. પાર્કમાં પવિત્ર  કુઆર્ન અને સુન્નતમાં ઉલ્લેખિત ૪પ પ્રકારના છોડવાળા ૧ર ઉદ્યાન સામેલ છે, જેમાં કેળા, દાડમ, જૈતુન, તડબુચ, દ્રાક્ષ, અંજીર, લસણ, તીક, ડુંગળી, મકકાઇ, દાળ, ઘઉં, વરિયાળી, આદુ, આંબલી, તુલસી, કોળુ, કાકડી વગેરેના બીજ સામેલ છે. ગ્લાસ હાઉસમાં પવિત્ર કુઆર્ન અને સુન્નતમાં વર્ણિત છોડ છે જે કેટલાક તાપમન અને વિશેષ્ ાપર્યાવરણ  આધારે રહે છે. કેવ ઓફ મિરાકલેસમાં કુઆર્નમાં વર્ણીત સાત ચમત્કાર સામેલ છે, જેમાં મુસાની લાકડી, લાલ દરિયાને વિભાજીત કરનાર મુસાનું એક વિભાજીત સરોવર, યીશુ દ્વારા માટીમાંથી એક પક્ષી બનાવવાની વાર્તા, ૩-ડી મેપ અને હોલોગ્રામ ડિસ્પ્લેનો ઉપયોગ સામેલ છે. પાર્ક પવિત્ર કુઆર્નની વાર્તાઓને જણાવવા માટે ઉદ્યાનો અને ભૂનિર્માણનો ઉપયોગ કરે છે. બાળકો માટે બે વિસ્તાર ફાળવવામાં આવ્યા છે.

(4:29 pm IST)