Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

FATF થી ગભરાઈ ગયું પાકિસ્તાન; હાફિઝના 4 આતંકીની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ આવતા અઠવાડિયાથી પેરિસમાં થનાર બેઠક પહેલા પાકિસ્તાનને દુનિયાને દેખાડવા માટે ગુરુવારના રોજ આતંકી હાફિજ સાઈડના ચાર મોટા નજીકના લોકોની ધરપકડ કરી લીધી છે. આ ચારો જફર ઇકબાલ,હાઈફા યહ્યા અજીજ,મોહમ્મ્દ અશરફ અને ઇકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાના સભ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                  છેલ્લા ઘણા દિવસોથી એફએટીએફ સાથે જોડાયેલ એશિયા પેસિફિક ગૃપુનું માનવું છે કે પાકિસ્તાને યુએનએસસીઆર 1267 ના પ્રાવધાનોને સંપૂર્ણ રીતે લાગુ નથી કર્યું તે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિજ સહીત બીજા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અસફળ રહ્યાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:26 pm IST)