Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રસોડામાં વપરાતુ મસોતું રોજ નિયમીત સાફ ન કરો તો ફુડ-પોઇઝનીંગ થઇ શકે

નવી દિલ્હી, તા., ૧૧: કિચનમાં કામ કરતી વખતે વારંવાર હાથ સાફ કરવા માટે તેમજ વાસણ સાફ કરવા માટે મસોતુ વપરાતુ જ હોય છે. આ મસોતુ જો રોજેરોજ સાફ ન કરવામાં આવે અને અમુક ચોક્કસ કામો માટેના મસોતા જુદા ન રાખવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે. યુનિવર્સિટી ઓફ મોરીશ્યસના નિષ્ણાંતોનું કહેવું છે કે કિચનમાં હાઇજીનની ચુસ્તતા આખા પરીવારના સ્વાસ્થ્ય માટે બહુ મહત્વની છે. જે પરીવારોમાં નોન-વેજ આઇટમ્સ બનતી હોય એ કિચનનું મસોતું હાનીકારક બેકટેરીયાથી ભરપુર હોઇ શકે છે. અભ્યાસકર્તાઓએ ૧૦૦ કિચનમાં એક મહિના સુધી વપરાયેલા મસોતાના સેમ્પ્લ્સનું નિરીક્ષણ કર્યુ હતું. દરેકની ઉપર રહેલા જંતુઓની તપાસ માટેની માઇક્રોસ્કોપીક ટેસ્ટમાં લગભગ ૪૯ થી વધુ મસોતા પર પેટમાં ઇન્ફેકશન ફેલાવવા માટે જવાબદાર ઇ.કોલી બેકટેરીયા અને અન્ય પાંચ પ્રકારના  બેકટેરીયાની હાજરી નોંધાઇ હતી. ભેજવાળા વાતાવરણમાં મસોતાની અંદર પનપતા જીવાણુઓની સંખ્યા બહુ જ ઝડપથી મલ્ટીપ્લાય થતી હોય છે. રોજેરોજ મસોતું સાફ કરવાનું રાખ્યુ હોય તો પણ જો એક કપડુ મલ્ટી પર્પઝ માટે વપરાતું હોય તો એનાથી ફુડ-પોઇઝનીંગ થવાની સંભાવના વધે છે.

(3:59 pm IST)