Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

શું બહુ એકલવાયું ફીલ કરો છો? તો વહેલા મૃત્યુનું જોખમ ડબલ છે

લંડન તા. ૧૧ : માણસ સામાજિક પ્રાણી છે અને દરેકને કોઇકના શારીરિક કે માનસિક સધિયારાની જરૂર પડે છે. જો એ ન મળે તો જીવનની ગુણવત્તામાં જરૂર ઓટ આવે છે. એટલે જ એકલા રહેતા સ્ત્રી-પુરૂષોનું સ્વાસ્થ્ય નબળું હોવાની સંભાવના વધુ હોય છે.

અલબત્ત, બ્રિટીશ અને યુરોપિયન સાઇકિયાટ્રિસ્ટોનું કહેવું છે કે સમાજજીવનમાં એકલા રહેવું જોખમી નથી, પરંતુ બધાના હોવા છતાં એકલવાયું ફીલ કરવું વધુ જોખમી છે. લિવિંગ લોન્લી કરતાં ફીલિંગ લોન્લી વધુ અનહેલ્ધી છે. તમે તમારા ઘરમાં એકલા રહેતા હો, પરંતુ જો તમને એકલાયું ફીલ ન થતું હોય તો તમે સ્વસ્થ છો. મિત્રો અને સ્નેહીજનો સાથે તમે તમને જરૂર હોય એટલો સંપર્ક રાખો છો, પરંતુ કોઇ તમારૃં નથી એવી લાગણી તમારા હૃદયને ભીંસતી નથી હોતી.

ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે લોન્લીનેસ એ પ્રીમેચ્યોર ડેથનું બહુજ સ્ટ્રોન્ગ ઇન્ડિકેશન છે. જયારે વ્યકિત એકલી પડી ગયાનું ફીલ કરે છે ત્યારે તેની માનસિક હાલત ખુબ નબળી હોય છે. અભ્યાસકર્તાઓએ એકલા રહેતા ૧૩,૪૬૩ સ્ત્રી-પુરૂષોનો અભ્યાસ કર્યો હતો. એમાં જોવા મળ્યું હતું કે હાર્ટ-ડીસીઝ, હૃદયના અનિયમિત ધબકારા, હાર્ટ-ફેલ્ચર અને હાર્ટના વાલ્વના રોગોનું પ્રમાણ એકલા સ્ત્રી-પુરૂષોમાં વધુ હોય છે. જો કે એકલા રહેતા લોકો કરતા એકલા પડી ગયાનું ફીલ કરતા લોકોમાં હાર્ટની સમસ્યાઓ વધુ ગહેરી અને પ્રાણઘાતક હોય છે.

(3:46 pm IST)