Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

બાળકો પર છલાંગ મારીને શુધ્ધ કરવાનો અનોખો ફેસ્ટિવલ

 સ્પેનના બુર્ગોસ ટાઉન પાસે આવેલા કેસ્ટ્રિલો દ મુર્સિયા નામના ગામમાં  લગભગ દર વર્ષ, એલ કોલેચો નામનો ફેસ્ટિવલ યોજાય છે. એમાં બાર મહિનાથી નાની વયનાં બાળકોને રસ્તા પર ગાદીઓ પાથરીને સુવડાવવામાં આવે છે અને શેતાન જેવા કપડાં પહેરીને એક વ્યકિત એ બાળકો પરથી છલાંગ મારીને નીકળી જાય છે. આ વખતે આજુબાજુમાં યુવતીઓ ડાન્સ કરતી હોય છે. આ ફેસ્ટિવલ પહેલાં શેતાન સોટી લઇને ગામમાં દોડે છે. અને લોકોને ડરાવે છે. કહેવાય છે કે લગભગ ૪૦૦ વર્ષ પહેલાંથી દર વર્ષે આ ફેસ્ટિવલ ઊજવાય છે.

(3:36 pm IST)