Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આ મહિલાએ દુકાનમાંથી ખરીદીને એક વર્ષ વાઇટ પપી પાળ્યું પણ એ તો શિયાળ નીકળ્યું

બીજીંગ, તા.૧૧: થોડાક સમય પહેલાં ચીનમાં એક મહિલાએ જંગલી રીંછના બચ્ચાને કાળું ગલુડિયું સમજીને ત્રણ વર્ષ સુધી પાળ્યું હોવાનો કિસ્સો ઉજાગર થયેલો. આ મહિલા ગામની ભાગોળે રઝળી પડેલા બચ્ચાને લાવી હોવાથી આવું થાય એ માની શકાય, પરંતુ જયારે તમે પાળતું પ્રાણીની દુકાનમાંથી પપી ખરીદી લાવો ત્યારે પણ આવું થઇ શકે છે. ચીનમાં વેન્ગ અટક ધરાવતી મહિલા સાથે આવું જ થયું. ગયા વર્ષે તે જિન્ઝોન્ગ શહેરની એક પેટ-શોપમાંથી જેપનીઝ પ્રજાતિનું વાઇટ રુંછાંવાળું પપી ખરીદી લાવી હતી. આ બચ્ચાને ઘરે લાવ્યા પછીના ત્રીજા મહિને જ કંઇક ગરબડ છે એવું તેને લાગવા લાગેલું, પણ તેણે ખાસ ધ્યાન આપ્યું નહી. બચ્ચાએ ડોગ-ફૂડ ખાવાનું બંધ કરી દીધું અને એ માત્ર ચિકન અને ફ્રટ્સ જ ખાતું હતું. થોડા વખતમાં એની પૂંછડી લાંબી થવા લાગી અને એનું વર્તન વધુ વિચિત્ર થવા લાગ્યું. એનાં રુંછાં વધુ ઘેરા બનવા ગયા અને ચહેરો અણિયાળો થવા લાગ્યો જે સામાન્ય ડોગમાં ન થાય. આ મહિલાને ત્યાં આવેલા એક મહેમાને પૂછયું કે આ ડોગી ભસતો નથી? ત્યારે વેન્ગને રિયલાઇઝ થયું કે ડોગી આઠ મહિનાનો થયો હોવા છતાં એકેય વાર ભસ્યો નથી. આખરે તેણે ડોગ-એકસપર્ટને બતાવાનું નકકી કયુંર્. એકસપર્ટે મહિલાને નજીકના ઝુમાં આવેલા પ્રાણીનિષ્ણાતને મળવા કહ્યું. ઝુના એકસપર્ટે જોતાં જ કહી દીધું કે આ કોઇ જેપનીઝ પ્રજાતિનું પપી નથી, પરંતુ ડોમેસ્ટિક વાઇટ શિયાળ છે. આવી ખબર પડતા જ વેન્ગબહેન શિયાળને એ જ ઝુમાં છોડીને પાછાં આવી ગયાં.(૨૨.૧૨)

(3:35 pm IST)