Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ત્રણ વર્ષની છોકરીએ બારમાં જઇને દૂધ માગ્યું, બાર-ટેન્ડરે તેને દુધ લાવી આપ્યું

લંડન તા ૬ :  દિલથી માગો તો ભગવાન પણ મળે એવું એક વિડીયો જોઇને કહેવાનું મન થઇ જાય એમ છે. ગયા મહિને વેકેશન માણવા નીકળેલા બેન અને સોફી ડુબ્રોનિક શહેરમાં બિયર બારમાં બેઠા હતા. તેની સાથે દીકરી માઇલા પણ ત્યાં હાજર હતી. મમ્મી સોફી સ્વિમિંગ પુલમાં મજા માણી રહી હતી, ત્યારે દીકરીને ભુખ લાગી દીકરી માટે બેગમાંથી દુધ કાઢવા ગયા ત્યારે જ યાદ આવ્યું કે તેઓ દીકરી માટે દુધની બોટલ લેવાનું જ ભુલી ગયા છે. પિતા બેને વાઇફને કહ્યું કે આપણે બારમાંથી નીકળીને બહારના સ્ટાફ પાસેથી કંઇક માગવંુ પડશે. જોકે અટલી વારમાં તો ત્રણ વર્ષની ટેણકી બાર-ટેબલ પાસે પહોંચી ગઇ અને તેણે પોતાના માટે એક ગ્લાસ દુધનો ઓર્ડર કરી આવી અને જયાં િઁડ્રન્કસ સર્વ થતાં હતા એ ટેબલ પર જઇને બેસી ગઇ. નવાઇની વાત એ છે કે બાર-ટેન્ડરે આ ટબકુડી છોકરી માટે દુધના ગ્લાસની વ્યવસ્થા કરી નાખી અને તેને ત્યાં ડ્રિન્કસના ટેબલ પર જ સર્વ કર્યુ. તેના પેરેન્ટ્સને સોૈથી વધુ નવાઇ લાગી કે બારના સ્ટાફે તેને ના પાડી દેવાને બદલે દૂધની વ્યવસ્થા કરી આપી. આ ધટનાનો 'વિડીયો ટ્વિટર પર અપલોડ કરીને તેના પિતાએ લખ્યું છે કે મારી દીકરી ખરેખર કંઇક અલગ જ છે. આ વિડીયો ૧૩ લાખ લોકો જોઇ ચૂકયા છે. ભલે લોકો આ કયુટ છોકરીના વખાણ કરતા હોય પણ ત્રણ વર્ષની છોકરીને લઇને બારમાં જઇને બેસવું એ યોગ્ય પગલું તો નથીજ ને?

(11:43 am IST)