Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

શું આ રેતીનો મહેલ સૌથી ઉંચો હશે?

જર્મનીના બિન્ઝ ટાઉનમાં દરિયાકિનારે કેટલાક રેતશિલ્પકારો વિશાળકાય મહેલ બનાવી રહ્યા છે. આ રેતમહેલની ઉંચાઇ ૧૭.પ મીટર જેટલી છે. શિલ્પકારોની ઇચ્છા વિશ્વના સૌથી ઉંચા સેન્ડ કેસલ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાની છે. જોકે હજી મહેલ બનવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે થોડા દિવસમાં ખબર પડી શકે કે આ સૌથી જાયન્ટ અને ઉંચો રેતમહેલ છે કે નહીં.

(3:19 pm IST)