Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

નોકરિયાતોનો સ્ટ્રેસ ઘટાડવા માટે ન્યુયોર્કમાં રસ્તા પર ઠેર-ઠેર મુકાઇ રહી છે પન્ચિંગ બેગ્સ

ન્યુયોર્ક તા. ૬: રોજીરોટી રળવાનું કામ હવે પહેલાં જેવું સરળ નથી રહ્યું. દરેક નોકરિયાતની જિંદગીમાં માનસિક તાણ વધતી જ જાય છે. હજી ગયા મહિને જ થયેલા સર્વે મુજબ અમેરિકાના નોકરિયાતોમાં મેન્ટલ સ્ટ્રેસનું પ્રમાણ સૌથી વધુ હોવાનું જણાયું હતું. અહીંના પ્રોફેશનલ્સમાં ગુસ્સો, ડર અને ચિંતા વધી રહી છે. આ સર્વે પછી ન્યુયોર્કના એક ડિઝાઇન સ્ટુડિયોએ કર્મચારીઓને સ્ટ્રેસમુકત રાખવા માટે અનોખો જુગાડ શોધ્યો છે. તેમણે રસ્તા પર ઠેર-ઠેર પન્ચિંગ બેગ મુકી દીધી છે. નોકરીએ આવતા-જતા લોકો આ બેગ પર મુકકા મારીને પોતાનો ગુસ્સો, અકળામણ અને તાણ ઠાલવી શકે છે. ડોન્ટ ટેક ધિસ રોન્ગ વે નામની ડિઝાઇન કંપની આ કન્સેપ્ટ દ્વારા કહેવા માગે છે કે લોકોને પોતાની મનમાં ભરાયેલી લાગણીઓને જાહેરમાં વ્યકત કરવાની અનુમતિ આપવી જોઇએ. નવાઇની વાત એ છે કે રસ્તામાં પીળા રંગની આકર્ષક પન્ચિંગ બેગ જોઇને યંગસ્ટર્સથી લઇને વૃદ્ધો પણ મુકકાબાજી કરી લઇને હળવા થઇ જાય છે.

(3:18 pm IST)