Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

'મોત'ને પણ માત...માણસોને 'અમરત્વ' આપતી ચાવી મળી

નૈનો પરિક્ષણ પધ્ધતિ થકી ડીએનએમાં પણ બદલાવ લાવી શકાશે, ૨૦૪૫ સુધી જોવી પડશે રાહ : ૨૭ વર્ષ પછી કોઇનો જીવ પ્રાકૃતિક કે કોઇ બિમારીને કારણે નહિ જાયઃ સંશોધનકાર બે એન્જીનિયરોનો દાવો

બર્સેલોના,તા.૬: દુનિયામાં જન્મ લેનાર સૌ કોઇ વ્યકિતને વહેલા કે મોડુ જયારે આયખુ પુરૂ થાય ત્યારે એક દિવસ તો જવાનો કપરો વખત આવે જ છે...પરંતુ એવા બે એન્જીનિયરો પણ સામે આવ્યા છે,જેેના દાવા પ્રમાણે માણસોના મોતને માત આપતા રહસ્યની ચાવી શોધાઇ ચુકી છે.

આ અંગેની વિગતોનુસાર બર્સેલોના ખાતે પોતાના પુસ્તક 'ધ ડેથ ઓફ ડેથ'ના વિમોચન પ્રસંગે સંશોધન કરનાર એન્જીનિયર જોસ લુડસ કોડેંરો (વેનેજુએલા) અને એમઆઇટીના ગણિતજ્ઞ ડેવિડ વુડ (કેમ્બ્રીજ)એ દાવા સાથે સમગ્ર દુનિયાને ચોંકાવી દેનાર વાત કરતા કહયુ હતુ કે, નૈનો સંશોધન પધ્ધતિના ઉપયોગથી હવે માણસોને 'અમરત્વ' પ્રદાન કરતી શોધ કરાઇ છે...પણ આ હકિકત સાચી ઠેરવતા હજુ ૨૭ વર્ષ લાગી જશે.નૈનો શોધ પધ્ધતિની મદદ લીધા પછી કોઇ પણ વ્યકિતને બિમારી કે પ્રાકૃતિક રીતે જીવ દેવાનો કપરો વખત નહિ આવે...હા, કોઇ દુર્ઘટનામાં મોતના મુખમાં જનારાને બચાવી શકાશે નહિ.

બન્ને એન્જીનિયરોએ તો પોતાના દાવો એકદમ સાચો હોવાનો ગણાવી ત્યાં સુધી કહી દીધુ હતુ કે, આ માત્ર કોઇ કલ્પના નહિ, પણ એવી સચ્ચાઇ છે જેને ધાર્યા સમય પહેલા જ સાબિત કરી દેવામાં આવશે.

એવી જ રીતે પોતાની શોધ વિશે પ્રકાશ પાડતા જોસ લુડસ કોડેંરો અને ડેવિડ વુડે સંયુકતમાં જણાવ્યુ હતુ કે, માણસોને ચિરંજીવી બનાવવાની બાબતને નૈનો તકનિકની મદદથી સાબિત કરી દેવાશે...એનો ઉપયોગ માણસોના અનુવાંસિક ડીએનએમાં બદલાવ લાવવા માટે પણ ક્રાંતિકારી રીતે સિધ્ધ થશે.સાથે સાથે કમજોર જીન (પૂર્વજો થકી પ્રાપ્ત)ને પણ વધુ સારા પ્રમાણમાં તૈયાર કરવામાં મદદ મળશે.

તો વળી, પોતાના સંશોધન વિશે વર્ણવતા બન્ને એન્જીનિયરોનું કહેવું છે કે, મનુષ્ય શરીરમાં માતા-પિતાથી આનુસાંગિક રીતે પ્રાપ્ત જીન પૈકી મૃત કોશિકાઓને નૈનો શોધ પધ્ધતિના સહારે અલગ તારવી બહાર  કાઢવામાં આવશે.

ઉપરાંત અસ્વસ્થ કોશિકાઓને પણ ઉપચાર પછી સ્ટેમ સેલને મજબુત બનાવાશે, એવી જ રીતે થ્રી-ડી પ્રિન્ટરની મદદથી શરીરના અંદરના અંગોની પણ સારવાર કરી શકાશે.

બોલો...વૃધ્ધો પણ યુવાન દેખાવા લાગશે ?!!

માણસોને 'અમરત્વ' પ્રદાન કરતા રહસ્યની ચાવી મળી ગઇ હોવાનો દાવો કરવા સાથે સાથે મૈસાચુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ગણિતજ્ઞ સંશોધનકર્તા કોડેંરોનું તો એમ પણ કહેવું છે કે, નૈનો શોધ પધ્ધતિના ઉપયોગથી ડીએનએ સંરચનાના અંતિમ તબકકા પર ક્રોમોસોમમાં ટેલોમેરેસજ સામેલ હોય છે.જે ઉંમર વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે.એમાંયે લાલ કોશિકા અને લિંગ કોશિકાને બાદ કરતા અન્ય તમામ કોશિકામાં ૨૩ જોડી દેવામાં આવશે.

સાથે સાથે એવો પણ દાવો કર્યો છે કે, નૈનો શોધની મદદથી સંશોધન કરવામાં ન માત્ર ઉંમરને રોકી શાય છે, પરંતુ વિતરીત ક્રમમાં વૃધ્ધો પણ જુવાન જેવા લાગવા માંડશે...!!

(4:38 pm IST)