Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

માનવ મગજમાં ચોક્કસ જગ્યાએ સંઘરાય છે આધ્યાત્મિક અનુભવો

નવી દિલ્હી તા ૬ : મગજનું કામ વિચારવાનું અને શરીરની ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું હોય છે. જોકે આપણને જે સ્પિરિચ્યુલ અનુભવો થાય છે એ કયાંથી નિયંત્રિત થતા હશે એ કયારેય વિચાર્યુ છે ? આધ્યમાત્મને લગતી બાબોતોની સંવેોનાઓ શરીરના કયા ભાગમાંથી કન્ટ્રોલ થતી હશે એ શોધવા માટે અમેરિકાના અભ્યાકર્તાઓએ સધન અભ્યાસ કર્યો છે. કનેકિટકટમાં આવેલી યેલ યુનિવસ્ર્ૃટીના ન્યુરોસાયન્સના પ્રોફેસરોની ટીમનું કહેવું છે કે મગજમાં એક ચોક્કસ જગ્યા છે જે આધ્યાત્મિક અનુભવોનું ન્યુરોબાયોલોજિકલ હોમ છે. પરિએટલ કોર્ટેકસ નામનામગજના ભાગમાં સ્વજાગૃતિ અને આધ્યાત્મિક રીતે એેકાકાર થવાની ઘટનાનું પ્રોસેસિંગ થાય છે. વ્યકિત જયારે ધ્યાન કરીને એકાગ્રતાના શિખરે પહોંચવા મથે છે ત્યારે મગજના આ ભાગમાં હાઇએસ્ટ એકટિવીટી થતી હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સ્પિરચ્યુઅલ અનુભવો દરમ્યાન શરીર-મગજમાં શું થાય છે એ સમજવાથી મેન્ટલ ડિસઓડર્સ અને અડિકિટવ ડિસઓડર્સમાં શું કરવું એ જાણી શકાશે, શરીર મગજ બન્નેથી પર હોય એવા અનુભવોની યાદો પેરિએટલ કોર્ટેકસ નામના ભાગમાં સંઘરાતી હોવી જોઇએ એવુંસંશોધકનું માનવું છે

(4:37 pm IST)