Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટોયલેટની દુર્ગંધને સરળતાથી દૂર કરો

 અત્યારે બધાના ઘરમાં ટોયલેટ હોય જ છે. આ એક એવુ સ્થાન છે જે મોટા ભાગની બીમારીઓનું કારણ બને છે. તેથી જરૂરી છે કે તેને સાફ રાખવામાં આવે. સામાન્ય રીતે તેને સાફ કરવા માટે બજારમાં મળતા મોંઘા-મોંઘા ટોયલેટ કલીનરનો ઉપયોગ કરે છે. પરંતુ, જો તમે ઈચ્છો તો ખૂબ જ સરળતાથી ટોયલેટ કલીનર તૈયાર કરી શકો છો.

સૌથી પહેલા એક મોટા બાઉલમાં બેકિંગ સોડા અને સિટ્રીક એસિડ નાખીને વ્યવસ્થિત મિકસ કરી લો અને તેને સુકાવા માટે રાખો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને આઈસક્રીમ જમાવાની ટ્રેમાં ૬ કલાક સુધી રાખી દો. તેને કોઈ વસ્તુથી દબાવી દો. જેથી તે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. હવે તમારૂ ટોયલેટ બોમ્બ તૈયાર થઈ ગયું છે. હવે કંમોડમાં તેને નાખી ફલશ કરી દો. ટોયલેટ સાફ થઈ જશે.

(9:54 am IST)