Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

શ્રીલંકાએ પ્રથમવાર ચાની ઓનલાઇન નીલામી કરી

નવી દિલ્હી:દુનિયામાં સૌથી મોટા અને સૌથી જુના કોલંબો ટી ઓક્શને કોરોનાની મહામારીની વચ્ચે ચાની ઓનલાઇન નીલામી કરી છે. ઓનલાઇન નીલામી સ્ફળતાપૂર્વ આયોજિત કરવામાં આવી હતી જેમાં 680 ખેપમાં 720000 કિલોગ્રામ એક્સ-એસ્ટેટ ચા ને સાથે રાખવાની ડીલ કરવામાં આવી હતી.

               એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શ્રીલંકા સરકાર દ્વારા દેશમાં કોવીડ-19ના પ્રકોપને રોકવા માટે લગાવવામાં આવેલ કર્ફ્યુના કારણોસર કોલંબો ટી ઓક્શનને બે અઠવાડિયા માટે નિલંબિત કરી દેવામાં આવ્યું હતું જેના કારણોસર વ્યાપારીઓને દૂરથી ચા ખરીદવાની અને વેચવાની સુવિધા આપવા માટે ઓનલાઇન નીલામી કરવામાં આવી હતી.

(6:16 pm IST)