Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાના કારણોસર ફરવાના શોખીન લોકો ઘરમાં ફસાયા:ટુરિઝમ સેક્ટર પર પડી ખરાબ અસર

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સામાન્ય માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સાથે ફરવાના શોખીન જે લોકો સમર વેકેશનની રાહે હોય છે. તે લોકો પણ અત્યારે ઘરમાં લોકડાઉન થયા છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાની સાથે ટૂરિઝ્મ સેક્ટર પર પણ ખરાબ રીતે અસર થઈ છે. વિશ્વમાં ઘણા એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં દર વર્ષે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છેપરંતુ છેલ્લા ઘણા સમયથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર આવતા ટુરિસ્ટ્સની સંખ્યા ઘટી ગઈ છે. આજે દુનિયાની ઘણી એવી પ્લેસીસ છે જ્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આવો તો સ્થળ વિશે જાણીએ. જ્યાં હાલ તો નહીં પણ ભવિષ્યમાં ફરવા જઇ શકો છો.

                  ઈન્ડોનેશિયાનું સૌથી પ્રસિદ્ધ શહેર બાલી એક મોટું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. સ્થળ જ્વાળામુખીના પર્વતો, ચોખાનાં ખેતરો, બીચ અને અંડરવોટર કોરલ રીફ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં આવેલાં મંદિરો પણ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ કોરોનાવાઈરસના કારણે અહીં પર્યટકો અહીં આવવાનું ટાળી રહ્યા છે.

(6:13 pm IST)