Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોલેન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઇસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

લંડન, તા. ૬ : કોરોના વાઇરસને કારણે લોકડાઉન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકો ચર્ચમાં ભેગા થઇ શકે એમ ન હોવાથી સૌને તેમને કારમાં બેઠા-બેઠાં ઇસ્ટર કન્ફેશન્સની છૂટ આપી છે. પોલેન્ડના પશ્ચિમી પ્રાંતના પાદરી ફાધર એડમ પાવલોવ્સ્કીએ એક-બે પરિવારો સાથે સ્ટેટ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. પોવલેવ્સ્કી તેમની કાર ચર્ચની બાજુની ગલીમાં કન્ફેશન કરનારની કારથી પાંચ ફૂટના અંતરે ઉભી રાખશે. પાદરી તેમની કારની બારીના કાચ નીચે ઉતારીને ઇસ્ટર કન્ફેશન સાંભળશે.

(9:27 am IST)