Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આ દેશમાં દુધિયા રંગના થશે રસ્તા.....

નવી દિલ્હી: ખાડી દેશ ડોહાએ પોતાના રસ્તાને દુધિયા રંગથી રંગવાનું શરૂ કરી દીધું છે. એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શહેરના પારંપરિક જુના રસ્તાને દુધિયા રંગથી રંગવામાં આવશે આ પહેલા લોસ એજીલીસ, મક્કા, ટોક્યો, પણ પોતાના રસ્તાને દુધિયા રંગથી રંગી ચુક્યા છે.

     ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને નિયંત્રિત કરવા માટે દુનિયાના ઘણા બધા દેશ આ પગલું લઇ રહ્યા છે સોશિયલ મીડિયા પર લોકો દુધિયા રસ્તાને લઈને ખુબજ ચર્ચા કરી રહ્યા છે અને પર્યાવરણ સુરક્ષા માટે આ વાતને સારી કહી રહ્યા છે. તાપમાનને નિયંત્રણ રાખવામાં માટે મોટાભાગે આ પગલું ભરવામાં આવી રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:31 pm IST)