Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અફઘાનિસ્તાનના ઉરોજગન પ્રાંતમાં સેના અને તાલિબાન આતંકવાદીઓ વચ્ચે થયેલ ઝડપમાં 18ના મોત: 10 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉરોજગન પ્રાંતમાં સેના અને તાલિબાનના આતંકવાદીઓ વચ્ચે થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 18 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ ઝડપ દરમ્યાન તાલિબાનના આતંકવાદીઓએ એક કારમાં પણ ધમાકો કર્યો હતો.

        ક્ષેત્રીય પોલીસના પ્રમુખ ખિતાબ જાન્જરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો આ ઝડપમાં 17 આતંકવાદી પણ મોતને ભેટ્યા છે જયારે અન્ય સાતને ઇજા પહોંચી છે.

(6:23 pm IST)