Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગર્ભાવસ્થા દરમિયાન થતી આ સમસ્યાને કહો બાય..બાય..

ગર્ભાવસ્થાનો સમય કોઈ પણ મહિલા માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સમય દરમિયાન ઘણી મહિલાઓ ગભરામણ થવાની ફરીયાદ કરે છે અને આ સમસ્યાના કારણે તેનું કામમાં પણ મન લાગતુ નથી અને કંઈ ખાવાનું પણ મન થતુ નથી. તેથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

આ અવસ્થામાં વધારે ભારે ખોરાક ન લેવો. પ્રમાણમાં વધારે અથવા ભારે ખોરાક લેવાથી પેટમાં વધારે દબાણ પડે છે અને ઉલ્ટી અથવા ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે.

જ્યારે ફુદીનો અને આદુ પણ તમારી સમસ્યાને દૂર કરી શકે છે. તેના માટે ફુદીનાના પાન અથવા આદુને ચાવો. આ ઉપરાંત આદુ ઉપર મીઠુ (નમક) લગાવીને પણ ખાઈ શકે છે. તરત આરામ મેળવવા માટે મધ, એલચી અથવા લવિંગનો ઉપયોગ કરો.

તમે બધી સુગંધ અને સ્વાદથી દૂર રહો, જેનાથી ગભરામણની સમસ્યા થશે નહિં.

જે રૂમમાં તમે આરામ કરો છો, તે રૂમ હવા-ઉજાસવાળો હોવો જોઈએ. સાફ અને તાજી હવાથી ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યાથી આરામ મળી શકે છે.

 

(9:21 am IST)