Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કલોલમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી ગુનો દાખલ કર્યો

કલોલ:પૂર્વમાં વરલીનો જુગાર રમાડતાં બેને પોલીસે ઝડપી લીધા હતા જયારે રખિયાલ પોલીસે નવાનગરમાં દરોડો પાડીને ચાર શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. તેમની સામે જાહેરનામાં ભંગ અને એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.   

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે તેમ છતાં ઘણી જગ્યાએ જુગારની બદી પણ ચાલી રહી છે. ત્યારે પોલીસ બાતમીદારોની મદદથી આવા જુગારીઓ સામે પગલાં પણ ભરી રહી છે. રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નવાનગર ગામે મંદિર પાસે તળાવ કિનારે કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં નવાનગરમાં રહેતાં સનાજી બળદેવજી અંતોલાદોલતબાદ તલોદમાં રહેતાં જીતેન્દ્રસિંહ જગતસિંહ સોલંકીઅજીતસિંહ ઉર્ફે ભોપો પરબતસિંહ સોલંકી અને રાજુસિંહ જગતસિંહ સોલંકી જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા. જેમની પાસેથી ૧૨૪૩૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. જેમની સામે જુગારધારા અને જાહેરનામાં ભંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો બીજી બાજુ કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે કલોલ રેલ્વે પુર્વમાં બનાસનગર પાસે વરલીનો જુગાર રમાડતાં કૃણાલ રમેશભાઈ ચાવડા રહે.પુષ્પકુંજ સોસાયટી  બ્લોક નં.ર૩ગાયત્રી સ્કુલની બાજુમાંરેલ્વે પુર્વ અને મુકેશભાઈ કરશનભાઈ સોલંકી  રહે.મકાન નં.બનાસનગર,કલોલ પૂર્વને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૦૧૦૦ની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:36 pm IST)