Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વડોદરાના એમ.જી રોડ નજીક બાઈક લઈને જઈ રહેલ યુવકને રસ્તામાં શ્વાન આડું આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના એમ.જી.રોડ પર સ્કૂટર લઇને પસાર થતા યુવકના રસ્તામાં એક કૂતરૃ આવી જતા  સ્કૂટર સ્લીપ થઇ ગયુ  હતું.જેના કારણે યુવક અને તેના સ્કૂટરની પાછળ બેસેલી યુવતી રસ્તા પર પછડાયા  હતા.પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફે તેમને ઉભા કરી જમનાબાઇ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

ગઇકાલે વાડી પોલીસનો સ્ટાફ એમ.જી.રોડ પર પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન એક કૂતરૃ સ્કૂટર લઇને પસાર થતા યુવકની આડે આવી ગયુ હતું.જેના કારણે સ્કૂટર સ્લીપ થઇ જતા યુવક અને તેની પાછળ બેસેલી યુવતી રસ્તા પર ફંગોળાયા હતા.રસ્તા પર ફંગોળાવાના કારણે યુવક અને યુવતીને ઇજા  પહોંચી હતી.વાડી પોલીસનો સ્ટાફ તરત ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને ઇજાગ્રસ્ત યુવક યુવતીને સારવાર માટે પોલીસ વાનમાં નજીકની જમનાબાઇ હોસ્પિટલમાં મોકલી આપ્યા  હતા.

(5:10 pm IST)