Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

વડોદરામાં કઇ રીતે નકલી ઇન્જેકશન બનતા હતા ? આ રહ્યુ ચોંકાવનારૂ સત્ય

વિવેક મહેશ્વરી આખું ગોડાઉન ધરાવે છે, જતીન પટેલ વિવેક અને નઇમબેન પાસેથી જથ્થો મેળવતો હતો, નિતેશ જોષી ફરાર જાહેર : મોટું ષડયંત્ર હોવાના 'અકિલા'ના અહેવાલને સમર્થન : પોલીસ કમિશનર શમશેર સિંઘ,એડી સીપી ચિરાગ કોરડીયા, ડીસીપી જયદીપસિંહ જાડેજા અને એસીપી ડી.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ તપાસનું સુકાન સંભાળતા ક્રાઇમબ્રાંચ પીઆઇ એમ. આર.સોલંકીએ 'અકિલા'ૅ સમક્ષ અથ થી ઇતિ સુધીની બાબતો વર્ણવી

રાજકોટ તા.  કોરોના મહામારી સમયે લોકો જેને રામબાણ માની જેવું માની રહ્યા છે તેવા રેમડેસિવિર ઇન્જેકશના કાળા બજાર કરતા તત્વો દ્વારા ૨૦ થી ૨૫ હાજર લેવા સાથે આની પાછળ મોટું ષડયંત્ર હોવાના અકિલા દ્વારા અપાયેલ અહેવાલ સત્ય ઠર્યા છે,માત્ર ઇન્જેકશનના કાળા બજાર જ નહિ નકલી ઈન્જેકશનની આખી ફેકટરી ધમધમતી જોઈ ખુદ વડોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી જેવા અનુભવીની આંખો પણ આશ્ચર્યથી પહોળી બની ગયેલ.                         

 પોલીસ કમિશનર શમશેર સિંઘની સુધી દોરવણી અને માર્ગદર્શન હેઠળ તથા એડી.સીપી ક્રાઇમ ચિરાગ કોરડીયા અને ડીસીપી જયદીપ સિહ જાડેજા તથા એસીપી ડી.એસ.ચૌહાણના સુપરવિઝન હેઠળની તપાસમાં ખળભળાટ મચાવતા તથ્યો ખૂલવા પામ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.આર.સોલંકી તથા વી.આર.ખેર તથા પો.સ.ઇ. આર.કે.ટોરાણીનાઓની અલગ અલગ ટીમો બનાવી કુલ-૯૦ રેમડેસીવીર ઇન્જેકશન સાથે પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવેલ અને આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુ.ર.નં. ૦૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૨૦, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૩,૭,૧૧ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૫૩ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ ૨૭ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકીએ સંભાળી આ ગુનામાં આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી જતીન પટેલ અન્ય આરોપી બહેન નઇમબહેન વોરા થકી વિવેક મહેશ્વર પાસેથી રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો મેળવતો હોવાની હકીકત આધારે તપાસ કરતા આ વિવેક મહેશ્વરીનાએ વધુ જથ્થો વડોદરા રાઘવપુરામાં આવેલ ગોડાઉનમાં રાખેલ છે. જે ગોડાઉનમા તપાસ કરતા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશન બનાવવાના સ્ટીકરો, ખોખાઓ મળી આવતા તમામ જથ્થો કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 ડુપ્લીકેટ રેમડીસીવરની કઇ રીતે બનાવેલ

Peperacillin Tazonactam નામની ઇન્જેકશન બોટ ઉપર Hrtro Covifor Injection ના સ્ટીકર લગાડી તેના બોક્ષમાં પેક કરવામાં આવેલ છે.

Terrific-SB નામની ઇન્જેકશન બોટલ ઉપર Jubi - R Remdisivir Injection ના સ્ટીકર લગાડી તેના બોક્ષમાં પેક કરવામાં આવેલ છે.

વધુ પકડાયેલ આરોપીનું નામ-સરનામુ

(૧) વિવેક ઘનશ્યામ મહેશ્વર (ઉવ.૩૪) ધંધો. બેકાર રહે. સિધ્ધાર્થ વાટીકા રિધ્ધમ હોસ્પિટલ પાસે સમા સાવલી રોડ વડોદરા, (૨) નઇમબેન હનીફભાઇ વોરા (ઉવ.૪૭) ઇસ્માઇલનગર ફૈઇજાન હોસ્પિટલ પાસે ભાલેજ રોડ આણંદ

વોન્ટેડ આરોપીનું નામ-સરનામુ

નીતેષ જોષી રહે. અમદાવાદ

ઉપરોકત સમગ્ર બાબતમાં રેમડેસીવીર ઇન્જેકશનની બોટલ, બોક્ષ અને સ્ટીકરની વ્યવસ્થા સદર નિતેષ જોષી નામનો શખ્સ કરતો હોવાની બાબત તપાસમાં સામે આવે છે.

(4:15 pm IST)