Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડોદરામાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે શખ્સોની ધરપકડ

ત્રણ મહિનાનો કોર્ષ અને 20 હજાર ફી લેવાતી ;દેશભરની બોગસ માર્કશીટ બનાવતા

વડોદરા: શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશ ભરની બોગસ માર્કશીટ બનાવતા બે શખ્સોને ઝડપી પાડી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની આ મામલે ધરપકડ કરીને કેટલા લોકોને આ પ્રકારે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં રહેતા ફરિયાદી પ્રશાંત રાઠોડને શિકાગો જવાનું હોવાથી જાહેર ખબરોમાં નિહાળી તેઓએ અલકાપુરીના વિન્ડર પલાઝાના આઠમા માળે ચાલતા કેપલોન ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ એન મેનેજમેન્ટની ઓફિસે જઇ પૂછપરછ કરી હતી. જેમાં સંચાલક વિરલ જયસવાલ અને નિલય શાહે ફરિયાદીને ત્રણ મહિનાનો કોર્સ કરવા જણાવ્યું હતું. અને 20 હજાર ફી ભરી હતી.

 

કોર્સ પૂરો થતાં ધોરણ 12નું એડમિટ કાર્ડ,માધ્યમિક શિક્ષા બોર્ડનું સર્ટી ફિકેટ,12 પાસની માર્કશીટ,ટ્રાંસ્ફર સર્ટિફિકેટ,માઈગ્રેશન સર્ટિફિકેટ વગેરે બનાવી આપ્યા હતા. આ તમામ સર્ટિફિકેટ એનરોલ નંબરના આધારે તપાસ કરતા બોગસ હોવાની જાણ થઈ હતી. જેને આધારે ફરિયાદીએ ડીસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

(11:23 pm IST)