Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડોદરામાં વધુ પૈસા કમાવવાની લાલચમાં વાન ચાલકો બાળકોને સીએનજી ટેંક પર બેસાડી જીવ જોખમમાં મુક્તા હોવાનું બહાર આવ્યું

વડોદરા: ક્યારેય વિચાર્યુ છે કે તમારા બાળકો જે સ્કૂલની બસ, વાન અને રીક્ષામાં જઈ રહ્યા છે તે કેટલા જીવલેણ છે? સ્કૂલ બસ, વાન અને રીક્ષાના વાહન ચાલકો વધુ પૈસા કમાવાની લાલચમાં સીએનજીની ટેંક પર પાટીયા ફીટ કરી એક-બે નહીં પણ ચાર-ચાર બાળકોને બેસાડીને લઈ જાય છે.

અનેકવાર આરટીઓ અધિકારોના સકંજામાં આવ્યા હોવા છતાં સ્કૂલના વાહનચાલકો નક્કી કરેલી સંખ્યાથી વધારે બાળકોને વાહનોમાં ભરી સ્કૂલે લઈ જાય છે અને ફાયર સેફ્ટી વગરના વાહનો જીવતા બોમ્બ સમાન છે.આરટીઓના અધિકારીના કહેવા પ્રમાણે સેન્ટ્રલ મોટર વ્હીકલ કાયદાની કલમ ૧૨૮ મુજબ દરેક વાહનોમાં અગ્નિશામક હોવા જોઈએ પરંતુ અગ્નિશામકની વાત તો દૂર ઘણા વાહનચાલકો આઉટડેટેડ સીએનજી ટેંકથી વાહનો ચલાવી રહ્યા છે. દર વર્ષે સ્કૂલ વાહનો સામે કરવામાં આવતી કાર્યવાહીમાં ૬૦થી વધારે વાહનચાલકો તો પકડાય છે

(5:40 pm IST)