Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડોદરાની એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવી: તાત્કાલિક વિભાગમાં શ્વાનનો આતંક

વડોદરા:સુરતની ઘટના બાદ રઘવાયુ થયેલુ તંત્ર ચોતરફ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી રહ્યું છે. જે કામ ફાયર બ્રિગેડે દર ત્રણ મહિને કરવુ જોઇએ કામ ૩૦ વર્ષમાં પહેલી વાર કરી રહ્યું છે. પરંતુ અમુક સરકારી વિભાગ એવા પણ છે કે હજુ પણ ઊંઘ ઉડી નથી. જેમ કે વડોદરામાં એસએસજી  હોસ્પિટલનું તંત્ર.

એસ.એસ.જી. હોસ્પિટલના અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકાર હોવાથી હોસ્પિટલમાં સર્વત્ર અંધેર તંત્રના દર્શન થઇરહ્યા છે. તાત્કાલિક સારવાર (ઇમરજન્સી) વિભાગમાં દર્દીઓની સાથે શેરીના રખડતા કૂતરાઓ પણ ફરતા જોવા મળે છે. હોસ્પિટલ કેમ્પસમાં  કૂતરાના ટોળે ટોળા હોય છે વાત તો સામાન્ય થઇ ગઇ છે પરંતુ હવે તે વોર્ડની અંદર  કૂતરાઓ રખડી રહ્યા છે તેનું કારણ છે કે તાત્કાલિક સારવાર વિભાગમાં બાયોલોજીકલ વેસ્ટ (દર્દીઓના શરીરમાં સર્જરી વખતે વાઢકાપ કરીને છુટ્ટા કરાયેલા અંગો)નો નિયમ મુજબ નીકાલ કરવાના બદલે ખુલ્લામાં પડયા હોય છે અને તેની લાલચમાં  કૂતરાઓ વોર્ડની અંદર આવી જાય છે. આશ્ચર્ય તો વાતનું છે કે સિક્યોરિટી ગાર્ડ   કૂતરાઓને બહાર કાઢવાના બદલે તેની સાથે મસ્તી કરતા નજરે પડે છે.

(5:39 pm IST)